ઉજાગરા આંખોનાં હવે ખમાતા નથી,
એ પણ ઘરની ડેલીએ આવતા નથી.
રાત હોય કે દિવસ,બન્ને છે સરખા,
બંધ કે ખુલ્લી આંખે સપના તારા જોવાતા નથી.
જુના ભાવે વહેચવી છે લાગણીઓ,
આ મંદી માં ભાવ પણ નવા કઢાતા નથી.
કંઈ રીતે સમજાવું દર્દને હસી ને?
આવે સામે તો હાવભાવ હવે સમજતા નથી.
ભટકી ભટકીને પાછો ફર્યો "આભાસ"
બીજાતો શું હવે મારા પણ સાચવતા નથી.
-આભાસ
No comments:
Post a Comment