એને વર્તુળ કેમ કહેવા ?
હું તો કુંડાળા કહીશ .
કે તૂટી છે પાંખોની કોર,
હણાયું એનું જોર ..
નથી દેખાતો કો' તરફડાટ ,
ના હિજરાતાં હૈયાનો શોર ,
ઝૂરાતું હૈયાનું ભોળું પારેવું ,
હતું જે કળાયેલ કદી મોર.
ઉડવા ચાહે છે ઓલીકોર ,
મલક જે કોર ચિતચોર .
છાપી મારે ભીંત એણીકોર,
પછી આંગળી ચીંધી ને કરે શોર.
કે છીંડે ચડયો છે આજ ચોર...
એને વર્તુળ કેમ કહેવા ?
હું તો કુંડાળા કહીશ. ..
" दाजी "
No comments:
Post a Comment