જ્યાં તું ના હોય, ત્યાં એ ધામ નથી રહેતું,
બસ પછી મારે ત્યાં, કંઈ કામ નથી રહેતું.
જ્યાં જોવું ત્યાં ડુબી જાવું છું તારા પ્રેમમાં,
સમય કે સ્થાનનું ભાન નથી રહેતું.
પગલા તારા પડે ને ખીલી ઉઠે રણ,
છે કરામત, પછી કોઈ સ્થળ વિરાન નથી રહેતું.
બસ તારા હાથે પાઈ દે એક જામ,
બની જાય જે પ્રસાદ,પછી જામ, હરામ નથી રહેતું.
જીવી જાય જિંદગી મિત્રોનાં હ્રદય માં ભલા,
પછી "આભાસ" મરણ એનું મરણ નથી રહેતું.
-આભાસ
No comments:
Post a Comment