સખી રે મને બેઠું છે સોળમું ચોમાસું
ગુપચુપ આયનાની સામે ઉભીતો
મારું જોબનીયું આયનાથી બમણું
અધખુલ્લા બારણેથી જોઉં તો
ધોધમાર વરસી રહ્યું છે મારું શમણું
ભોગળ ઝાલીને ઉભી મનમાં મૂંઝાઉં
સખી બારણું ઉઘાડું કે વાસુ
સખી રે મને બેઠું છે સોળમું ચોમાસું
થાકી થાકીને ઢળી ઢોલીએ જરાક
ત્યાં તો છતમાંથી આભ આ નીતરતું
શૈયામાં જાત મારી મૂકી રઝળતી
હું તો અણદીઠ દિશામાં સાવ નાસું
સખી રે મને બેઠું છે સોળમું ચોમાસું .
આશ્લેષ ત્રિવેદી
No comments:
Post a Comment