મારા પ્રેમની પરાકાષ્ઠા....
અરે સાંભળ...
આજ આ આકાશ કટાક્ષથી
મારી તરફ નિહાળી રહ્યું હતું
ને મને પુછી બેઠુ...
બતાવ તારા પ્રેમની ઉંચાઇ..?
બસ મારુતો "જગત" જ જાણે
અવાક બની ગયુ...!!
મે પણ એને સંભળાવી દીધું
મારા પ્રેમની ઉંચાઇની પરાકાષ્ઠા
માપવી જ હોય તો પહેલાં
તારી ઉંચાઇ જરા વધારી લે....
No comments:
Post a Comment