મારામાં મારી જ પડછાઈ રહેવા દે,
જે બચી છે તેવી જ અચ્છાઈ રહેવા દે.
જંપ નથી મળતો આ હ્રદય ને જરીએ,
મારી આ જાતને હરજાઈ રહેવા દે.
સુખમાં રહેશે તો છકી જાશે એ નક્કી,
મારા જીવન પર થોડી તવાઈ રહેવા દે.
થોડીક વાતો કરીને ભુલી જશે લોકો,
તારા પ્રેમની મારા પર દુવાઈ રહેવા દે.
મારે શું કરવું ત્યાં પહોંચી ને ભલા,
મંઝિલ તરફ મારી બેફિકરાઈ રહેવા દે.
તારા વિયોગની જ આ કમાલ છે,
મારા પ્રત્યે તારી બેવફાઈ રહેવા દે.
મહેફિલમાં દમ ઘુંટાઇ જાય છે,
""આભાસ" ગઝલમાં તનહાઈ રહેવા દે.
-આભાસ
No comments:
Post a Comment