કહુ છું જે શમણાં છે મારાં,
નથી મારા એ તો છે તારા.
સંધ્યા સંગ આવે જ્યા રજની,
ખટખટાવે એ દરવાજા મારાં.
મીઠી નીંદરમાં મલકાય મુખડું,
જોઇ સંગ એના,ચાંદ ને તારા.
સ્પર્શ્યા ટેરવા તારા હથેળીને જ્યાં,
પલટાઈ ગઇ લકીરો હાથની મારાં.
વિખરાઇ ના જાય શમણાં તારા,
એટલે તો બંધ રાખુ નયનો મારાં.
નિરંજન શાહ 'નીર'
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Sunday, December 13, 2015
કહુ છું જે શમણાં છે મારાં....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment