ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, July 1, 2016

નથી મજબૂત, તકલાદી જીવનની જાત ફાટે છે- આભાસ

નથી મજબૂત, તકલાદી જીવનની જાત ફાટે છે,
તું વાતોની રફૂગર છે, સિફતથી વાત સાંધે છે.

બધો આધાર મારા આ હ્રદયનો એમના પર છે,
નજૂમી હાથ મારો  જોઇ કિસ્મત કેમ ભાંખે છે?

ભુસી નાખી બધી યાદો, પ્રણયનાં માર્ગ પર જાતે,
નવી બારાખડી લખવા એ આખી રાત જાગે છે.

નથી દેખી શકાતું દર્દ આ મારું જમાનાને,
ઉઠાવી હાથને ઊપર દુઆમાં મોત માંગે છે.

મુસાફર છું, નવી છે આ ડગરને છે નવા સાથી,
હવે જોવાનું કે "આભાસ" સાથે કોણ ચાલે છે.

-આભાસ

No comments:

Post a Comment