મારા પર થઈ આ તારી અસર છે,
ઓ બેદર્દી!તને ક્યાં મારી ખબર
છે :
લીપી ભલે હો કોઈ દેશ-દુનિયા
ની,
પ્રેમ ના કોતરેલા મધુરા અક્ષર
છે :
હિમ્મત હો તોજ આગળ ડગ ભરજો,
પ્રેમ-પથમાં કાંટા છે સૌને ખબર છે :
જીવી જાણો મળી છે જે એક જ
જિંદગી,
માનવ થઈ જીવો માનવીની કદર છે :
પરિણામ શું આવ્યું તારી જિદ્દનું ,
આજે તારું ઘર મારા વગર છે:
વાંચો છો તમે જે ગીત ગઝલ સમજી,
મારા મનની વાતો છે તમને ખબર છે? ???
હેમશીલા માહેશ્વરી ....શીલ....
No comments:
Post a Comment