એક રણઝણ ગાન તારી આંખમાં,
સૂરનું તોફાન તારી આંખમાં !
વાદળી આવે છતાં વરસે નહીં,
સૂર્ય થાતો બાન તારી આંખમાં !
લાગણી પાંપણ ઉપર મ્હેકી રહી,
ધૂપ ને લોબાન તારી આંખમાં !
હર ક્ષણે દ્રશ્યો નવાં સરક્યા કરે,
ના, નથી વેરાન તારી આંખમાં !
આંખ છે કે કેદખાનું તું કહે -
છે જિગર ને જાન તારી આંખમાં !
મૌનમાં શ્રદ્ધા વધી મારી છતાં,
મરતબો ને માન તારી આંખમાં !
એટલે "હર્ષદ" પુરાણું કંઈ નથી,
નિત નવી ઉડાન તારી આંખમાં !
- હર્ષદ ત્રિવેદી
"સુરતા", એ/11, નેમિશ્વરપાર્ક,
તપોવન સર્કલ પાસે,
અમિયાપુર-382424.
જિ. ગાંધીનગર.
ફોન: 9723555994.
No comments:
Post a Comment