હો જેને ચાંદની ચાહ એને ચાંદ મળે,
અમે તો બસ આ ટમકતા સિતારાથી જ ખુશ છીએ...
તારી યાદ આવતાજ ખુદને વિસરી જાઉં છું,
તુ યાદ કરે ના કરે, અમે બસ આ હેડકીથી ખુશ છીએ…
ખબર છે અમને કે છે બધાને પોતપોતાની સમસ્યા,
એટલે જ,કોઈ પુછે કેમ છે? અમે ‘બસ મોજ છે’ કહિએ છીએ...
ફરી મળીએ કદી જો જિંદગીમાં,તો ઓળખી જજો અમને,
બાકી તમને ભુલતા અમને,જમાના લાગી જશે...
દિલના ઘાવ દેખાડવાથી અહી મર્હમ નહી મળે “ગુલશન”,
એથી અમે એકાંતમા બસ ‘આહ’ ભરીએ છીએ....
-ડી.કે બારડ
No comments:
Post a Comment