આ મંદિરમાં હવે ઇશ્વર નથી મળતા,
મળે છે નાગ પણ શંકર નથી મળતા.
હજી પડઘાય છે પડઘા ભીંતે મારા,
મને આ મૌનના ઉત્તર નથી મળતા.
ઉભા પાંપણ સજાવી તોરણો બાંધી,
નયનને પોંખવા અવસર નથી મળતા.
ખુલાસો માંગવો છે બાગ પાસેથી,
નિચોવ્યા ફૂલ, અત્તર કાં નથી મળતા.
ખરે ટાણે ખપી જાતા વતન કાજે,
શૂરા અેવા કદી ઘર ઘર નથી મળતા.
- મેહુલ ગઢવી 'મેઘ'
No comments:
Post a Comment