મનમાં એક
પ્રશ્ન એ જન્મ લીધો
પ્રશ્ન એ નવો પ્રશ્ન કર્યો
કે
મારા વિચારો નો ઉતર
મને ક્યારે મળશે
હૈયું હસતા હસતા
બોલી ઉઠ્યું,
તું ઘરડો થયો છે.
ઉતર નવયુવાન છે.
આ સાંભળી
ખડખડાટ હસવા લાગ્યો
શાંત થઇ
ઉતરની પાછી રાહ જોવા લાગ્યો.
કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment