ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, December 1, 2015

શમણાંઓમાં આવી ઊંઘ મારી ચોરી ગયો

શમણાંઓમાં આવી ઊંઘ મારી ચોરી ગયો,
ના રહેવા દીધી એકલી મને,એની બનાવી ગયો......

પ્રેમ કરવાની તારી આ કેવી તે રીત,
તડપાવી મને ભાન ભૂલાવી ગયો.......

એ રસ્તાને કોરાણે મળ્યાની વાત હજી તાજી છે,
ત્યાં  વળી સપનામાં આવી જગાડી ગયો...

યુગોનાં યુગો વહી જાશે 'શ્યામ' ની યાદ માં,
બની ગયો રાધાનો પણ મીરાંની ભક્તિ વધાવી ગયો.......

હરેક પળ વીતાવી રહી છું એની વિરહમાં,
કારણ ' જ્ન્નત' ને એની માયા લગાડી ગયો....

                            - જ્ન્નત

                          પિનલ સતાપરા

No comments:

Post a Comment