જન મધ્યે બેઠો માનવી, હૈયું ભડભડ બાળે
કોઇ પાણીડા ન પાવે 'સૈયર શું કરું? '
વસંત સાથે પ્રિત બંધાણી, પાનખરની મજધારે.
હસી હસીને વાતો કરતા નદિ તણાં કિનારે.
મધુવનમાં સ્નેહ બંધાણો પાણી ચરણ પખાળે.
મારી વાત જરા ન માને 'સૈયર શું કરું? '
ભેગાં મળીને ભવ તારશું કે'તા એતો ત્યારે,
સાથે મળીને વન ગજવશું ગોષ્ઠી કરશું હારે.
સફર મધ્યે સાથ છોડી પાલવ બીજે પસારે,
આજ હૈયું મારું દઝાડે 'સૈયર શું કરું? '
કે'જો કોઈ સંદેશો મારી 'જાન' હવે શણગારે,
હારી જગ-જીવન પ્રભુ આવું છું તારી પારે.
કડવો લાગે વિસામો નૈયા દોર ન સ્વીકારે,
'કેતન' મનથી મરી ગયા 'સૈયર શું કરું?
-કેતન
No comments:
Post a Comment