શ્વાસ જ્યાં થંભે એકાદ ક્ષણ માટે,
પારખાની પળ મળે દરેક જણ માટે,
તૃપ્ત થાવા બેસો સરોવર પાળે,
ધીખતી ઈચ્છાના હરએક રણ માટે,
સગપણ ન હો ભલે બે વચ્ચે કોઈ,
સંવેદના છતાં પ્રગટે કો"જણ માટે,
હૃદયમાં નીરખી નહિ સ્વયંની જાત,
ફાંફા તું મારે એટલે દર્પણ માટે,
નિષ્ઠુર સમય ચાલ એની ચાલ્યો,
"શીલ"ટહુકા દોષી છે,કો"પાંપણ માટે....
...હેમશીલા માહેશ્વરી..."શીલ".....
No comments:
Post a Comment