ભીતરી આગને ઠારવા શું નું શું કરે ?
કોઇનું ઘર બળે ત્યાં જગત તાપણું કરે .
બંધ હોઠો ધરે રૂપ ક્યારેક મૌનનું
થયા અલગ તો વતેસર પછી વાતનું કરે .
અન્ન, ઘર, વસ્ત્ર, સ્વપ્ન અને કેટકેટલું ,
ક્યાં લગી બાળકો કાજ 'મા' તું જતું કરે .
જીવતા જાગતા પ્રાણવાયું જે આપતું
આજ એ બારણું મારી ચિંતા હજુ કરે .
માંગતી હું નથી ને એ પણ આપતો નથી
હું ય ખ઼ુદ્દાર છું. એ..ભલે પારખું કરે .
- રીનલ પટેલ
No comments:
Post a Comment