તારી સમીપ,તારી જ નજરમાં,
મારો વસવાટ અને આપણી આં દુનિયા...
તારો એ પ્રેમસાગર,
અને તારા માટેની મારી ખેવના...
સુષુપ્ત શમણાંઓનો તું જાદૂગર,
હકીકતમાં ફેરવનાર મારો માણીગર...
આપણો પવિત્ર પ્રેમ,
અને આપણી આં 'જ્ન્નત' એકબીજાના સ્નેહની તરસ,
અને જોઈ ને નીરખવાનો અદભુત નઝારો...
આંખોથી પીવાતો એ પ્રેમરસ,
અને નિ:શબ્દ વ્યકત થતો આપણો પ્રેમ...
નથી પાસે છતા સાથે હોવાનો અહેસાસ,
યાદો સાથે છબી નીહાળવાની કુદરતી કરામત....
અગાઢ પ્રેમમા ડૂબીને એ કિનારાના છબછબીયા,
નથી મળી શકવાના આ જન્મમાં,
છતા ભવોભવનાં સથવારાની કસમો...
બસ જીવી લેશે ' જ્ન્નત ',
તારી એ કસમો, યાદો, છબીની સફરમાં....
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment