એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ ? અહીયા સંસ્કાર કે સંસ્કૃતિ સંકલિત નથી.
મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગીત નથી.
સંતાનોના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભારતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિશ્વાસ અને અનુકુલીન આધારીત સંબંધો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયામાં હે પ્રભુ
મનને મારીને જીવ્યા કરવુ એ સારી રીત નથી.
No comments:
Post a Comment