લાગણી મચકોડાઈ હશે ક્યાંક કસર પડી,
ઉજરડો દેખાયો નહીં, રક્તની ટસર પડી.
બોલે નહીં કોઇ જાહેરમાં ગુસપુસ સૌ કરે,
એવી અંદરો અંદર તિરાડની અસર પડી.
ફુલો ની કોમળતાં કચડાય ગઈ શીતળતાં વધી ,
સવારે ઝાકળને તડકો નહીં બરફની અસર નડી.
ના પહોંચી શકાયું મંઝિલ સુધી શું વસવસો
ગલત રાહની મુસાફરી ની એવી અસર પડી.
R.R.SOLANKI
(તૃષ્ણા).
No comments:
Post a Comment