ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, November 28, 2015

મરણ શું છે એ જાણવા,

મરણ શું છે એ જાણવા,
જિંદગી ખર્ચાઇ જાય છે.
કંઇ નફો નથી આ વેપારમા,
વાત અંતે સમજાઇ જાય છે.

તારૂં નામ હોય ગઝલમાં,
તો થાય છે વાહ વાહ મહેફિલ માં,
અને રચનાઓ અમારી તો,
વગર દાદે એમજ વંચાઇ જાય છે.

ગોઠવતા ફાવતા નથી ,
શબ્દો ને જેમ તેમ રચનામાં,
પહેલા તારૂં નામ લખુંને,
પછી આખી કવિતા સર્જાઇ જાય છે.

મુક્ત કર તારા હાથે મારા
આ બંધન માં રહેતા શ્વાસોને,
દુનિયાની આ સંકડામણ માં
મારા શ્વાસો રૂંધાઇ જાય છે.

જંગલે ભટકતા કદી ના જડી
કસ્તુરી ના ખુશ્બુ ની જગ્યા,
ભીતરે ખોજતા હાથ લાગ્યો,
સાચો "આભાસ" જે ઓણખાઇ જાય છે.

-આભાસ

No comments:

Post a Comment