મોરબી !
ઓ મારી માતૃભૂમિ !
ઘડિયાળ ના ટકોરે
મારું બાળપણ,
ક્યારે જતું રહ્યું ખબર ન પડી.
ક્યારેક સમય ના કાંટા પર
નજર કરું છું ,
ત્યારે તે બાળપણ
હસતું , નાચતું , કૂદતું,
આંખમાંથી
બહાર નીકળી રમવા લાગે છે
પરંતુ ક્યારેક
અચાનક
કોઈ બુમ પાડીને બોલાવે છે
ત્યારે
બોમ્બવિસ્ફોટ થાય છે
પાછું એજ
બાળપણ
આંખમાં ઓજલ થઇ જાય છે.
કવિ જલરૂપ
મોરબી.
No comments:
Post a Comment