ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, January 14, 2016

ક્યારે આવશો ?

બંડખોર થઇ ગયો છે સમય આપના વિના,પ્રત્યેક પળ બની છે વરસ, ક્યારે આવશો ?

વિરહ રચાયો છે મુજમા આપના વિના ,
ધબકાર બન્યો છે અસહ્ય,ક્યારે આવશો?

શબ્દ બની ફેલાયો તુ  જીવનકુંજ માં
બગીચો બન્યો છે પાનખર,ક્યારે આવશો?

લય અને તાલ વિખરાયા છે મુજમા,
બેસુરુ બન્યું સંગીતમય જીવન,ક્યારે આવશો?

ભાસ સમુ જીવન, જીવું તારા પડછાયામાં,
તરસી રહી તડપી રહી છે  'જ્ન્નત',ક્યારે આવશો?

                   -જ્ન્નત
               પિનલ સતાપરા
                   6/12/2016
                   10:10Pm

No comments:

Post a Comment