દૂર થી પણ પાસ આવ્યાં રાતમાં,
દોસ્ત મારાં ખાસ આવ્યાં રાતમાં.
એ ગુલાબી હોઠની વાતો કરું,
માપવાં જે શ્વાસ આવ્યાં રાતમાં.
એક એવી રાત ગુજરી સંગમાં,
સ્વપ્ન બારેમાસ આવ્યાં રાતમાં.
જે કદી દિવસે નથી બોલ્યાં ભલે,
પામવાં સહવાસ આવ્યાં રાતમાં.
એકલો હું ને વળી ઠંડી ઋતુ ,
એ વધારી ત્રાસ આવ્યાં રાતમાં.
લાગતાં ભણકાર એનાં નામનાં,
એ ફરીથી કાશ આવ્યાં રાતમાં.
જિંદગી રંગીન તારી છે 'રતન',
એ બનીને દાસ આવ્યાં રાતમાં.
'નિરાશ'
અલગોતર રતન
No comments:
Post a Comment