મન
લાગે છે ફરી આજે પ્રેમ સવાર થયો છે..
બધું ભુલી એ ફરી એમાં પડવા તૈયાર થયો છે.
જેને કારણે હું જીંદગી ભુલી બેઠેલો..
એને ફરી આજે જીવવા તૈયાર થયો છે.
ન હતી ભુલ મારી એને જીંદગી સમજી ને..
એ આજે ઉમંગ બનવા તૈયાર થયો છે.
વિચારતો રોજ! કેમ થયો પ્રેમ મને..
સમજાવવા આજે એ તૈયાર થયો છે.
જીવન થી મહાન છે પ્રેમ! સમજાવી એને..
એ આજે સમજવા તૈયાર થયો છે.
ન રહી શકે એ હવે દુર એનાથી..
એ આજે દુરી મિટાવવા તૈયાર થયો છે.
શા માટે કરુ છું હું આટલો પ્રેમ એને..
એ સમજી પ્રેમ કરવા તૈયાર થયો છે.
કહે નિશાન મનને રોકવું નથી એના હાથમાં..
જગથી મહાન બનવા પ્રેમ તૈયાર થયો છે.
~પ્રતિક (નિશાન)
No comments:
Post a Comment