ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, January 24, 2016

દિલ

                          દિલ

સાંભળી આજે એનું દુઃખ રડે છે આ દિલ મારું

કેવી રીતે સહિસ આ દુઃખ એ જોઇ રડે છે આ દિલ મારું

હજારો દુઃખ પડ્યા છે મારા પોતાના પર

કદી ન સઝ્યુુ દિલ ને રડવાનુ મારા પર

સંભળાવી દીધું એક વાર દુઃખ એને પોતાનુ

કેમ રડે છે આ દિલ થઈને બીજાનું

                                 સાંભળી આજ....

દુઃખ નો વંટોળ ફુકાયો ઘણીવાર જીવન માં

અડગ બની સહન કર્યું મે મારા દિલ મા

શું જોઇને રડે છે આ દિલ પારકા માટે

એવા તો શા ઉપકાર કર્યા એને મારા માટે

                                 સાંભળી આજ....

ચલ દિલ, ભુલ એક વાર તુ સહેલા દરદ ને

શાને! હું ભુલી જાઉ એની એ પરખ ને

કઇ રીતે સમજી તુ એ દિલ મારા

જગત નથી સમજતુ આ દરદ તારા

                                 સાંભળી આજ....

ખબર છે! કરીશ હજી પણ તુ પ્રાર્થના એના માટે

આપીશ સાથ હું ફક્ત તારા માટે

સાંભળ હવે, તારા રડવાથી વળશે કઇ નહીં

જા સંભાળી લે એને એનુ ફળશે કઇ નહીં

                                 સાંભળી આજ....

કરે છે નિઃસંદેહ પ્રેમ તુ એનાથી

જોજે એ ફાયદો ન ઉઠાવી જાય તારાથી

જોતજોતામાં નિકળી જશે આ પણ દિવસો

જોજે હોં! તુ રહેતો નહીં ફક્ત રડતો

                                 સાંભળી આજ....

હવે રડવાનુ કારણ જાણાવે 'પ્રતિક' તમને અંત મા

છે મને એનાથી પ્રેમ ઘણા સબંધ મા

જોઇ ને એનુ દુઃખ શા માટે ન રડે દિલ મારું

એનોજ તો છે પ્રેમ કેમ ન રડે બિચારુ

                                 સાંભળી આજ....

                                 ~ પ્રતિક(નિશાન)

No comments:

Post a Comment