સવાલ સાદોને સીધો ...
મારા મને પણ મને ન કીધો.
સવાલ સાદોને સીધો ...
જનમ મરણ સિક્કાની બેય બાજુ ,
જિંદગી જીવવા પાછો કેમ લાજુ .
મીરાની જેમ ઝેરનો કટોરો પીધો
સવાલ સાદોને સીધો ...
શ્રદ્ધાની નાવ લઈને દરિયાને ખેડુ
કાયમ મારા માથે મોતનું બેડું
મારા વા'લા મને માર્ગ ચીંધો.
સવાલ સાદોને સીધો ...
કવિ જલરૂપ
મોરબી.
No comments:
Post a Comment