ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, January 9, 2016

હ્રદય ની રાહને કેમ કરીને અવરોધું
નયનોની ગલીઓમાં બસ તને શોધું . .

એકવાર તો આપ તું હોંશથી હોંકારો
જો પછી વફાના નામથી તને સંબોધું .

કૃષ્ણ સમવ્યાપ્ત તારી પ્રીત સાજન
હું રજકણ સમ મારી જાતને વંટોળુ .

નથી થવું પ્રિયે રાધા કે રુકમણી મારે
આપ તું રજા નામ તારું મીરાં થૈં ભજું .

જન્મ જન્મ ની આપણી પ્રીત કાન્હા
હું  થઈ "તૃષ્ણા" રણમાં મૃગજળ ગોતું . . !!

. R.R.SOLANKI.
    (તૃષ્ણા)

No comments:

Post a Comment