ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, January 2, 2016

અમે તો પ્રેમ નામક એક બીમારી કરી લીધી..

અમે તો પ્રેમ નામક એક બીમારી કરી લીધી,
જગત સામે ઘણી મોટી ગુનેગારી કરી લીધી.

નજર એણે કરી ના એટલે જોવા અમે એને;
હતાં જ્યાં બારણાં એની અમે બારી કરી લીધી.

મળે છે દર્દ જે સૌ એ પચાવી જાઉં છું એનાં;
મળી જે જે વ્યથા એને અમે પ્યારી કરી લીધી.

વહાવ્યાં છે અશ્રુઓ એમના માટે ઘણાં મેં તો;
અમે તો જિંદગી એને દઈ ખારી કરી લીધી.

હટાવી રાખવા સૌને અમે ચાલ્યાં હતાં સાથે;
અમે તો પ્રેમની પૂરી વફાદારી કરી લીધી.

અમારો આ પ્રણય છે આંધળો ને આંધળો રહેશે;
અને દીપક બુજાવી રાત અંધારી કરી લીધી.

નથી જોવા મળ્યાં તે મોતમાં પણ આજ 'પ્રત્યક્ષ';
નયન મીંચી કબરની આજ તૈયારી કરી લીધી.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment