ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, February 7, 2016

આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ?

આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ?
પડતી રહે છે આફતો પરવરદીગાર કેમ?
ઈમાન વેચનાર છે, આરામથી ખૂદ,
ખાતો રહે છે ,ઠોકરો ઇમાનદાર કેમ?
નિર્દોષ ભોગવે સજા ,દોષિત મજા કરે છે,
તુજ મે'રબાની ના ખુદા આવા પ્રકાર કેમ?
ઇમાનદારી છોડવાનો  છે સમય  હવે,
આવે છે રાત-દી મને આવા વિચારો કેમ?
અડ્ડો જમાવી બેઠી છે વષાઁ થી પાનખર,
ભૂલી ગઇ છે બાગને મારા બહાર કેમ?
લેવા જવાબ ઓ 'જલન' પોતે જવુ પડે,
પાછા ફર્યા નથી હજુ  ઉપર જનાર કેમ
- જલમાતરી

No comments:

Post a Comment