ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, February 7, 2016

અંશ છે એનો અને દરવેશ છે

અંશ છે એનો અને દરવેશ છે;
આ વદન આત્મા તણો ગણવેશ છે.

રાત અંધારી કરી ચાલ્યા ગયા;
એમણે આંજી અહીં બસ મેશ છે.

હોય છે તું ક્યાંક રાજા ક્યાંક રંક;
માનવી તારા ઘણાયે વેશ છે.

જાવું પડશે આપની મહેફિલ ત્યજી;
કે મિલનનો એમનો આદેશ છે.

દર્દ ટૂંકાવી કહું જો આપને;
તો ગઝલ લ્યો આપને આ પેશ છે.

એક તરફ "દીર્ધાયું થા" એવું કહે;
બીજી બાજુ મોતનો આશ્ર્લેષ છે.

સાફ સૌ લોકો કરો ખુદનું હ્યદય;
સ્વચ્છતા અભિયાનની ઝૂંબેશ છે.

જાય છે છોડી બધું 'પ્રત્યક્ષ' પણ-
જો મુઠ્ઠીભર હાડકા તો શેષ છે ?

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment