એકને હો ઈમાન જોખમમાં,
તો બીજાનો છે જાન જોખમમાં !
કોણ કોને વધારે પ્રેમ કરે,
બેઉ જણ છે સમાન જોખમમાં !
જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું,
મૂકવું ક્યાં સ્વમાન જોખમમાં !
કંઈ નથી એને કંઈ નથી ચિંતા,
હોય નહીં આસમાન જોખમમાં !
હું હજી મૌન છું તે નોંધી લે,
તું કરે છે બયાન જોખમમાં !
- ભરત વિંઝુડા
No comments:
Post a Comment