સાવ છેલા પ્રહર નો કહુમ્બો ચડે
જુઈ જેવા અધરનો કહુમ્બો ચડે
થાક લાગે જ એવું જરૂરી નથી
કોઈ વેળા સફરનો કહુમ્બો ચડે
આંખ માં આંખ ધરબી ને પૂછે મને
યાર !પીધા વગર નો કહુમ્બો ચડે ?
છેક ઉંચે ચડી જાય રસ્તાની ધૂળ
કોઈ નીચી નજર નો કહુમ્બો ચડે
ઉતરે તો એ માથું લઇ ઉતરે
ને ચડે તોય બર નો કહુમ્બો ચડે
~ સ્નેહી પરમાર
No comments:
Post a Comment