ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, February 7, 2016

ઘુઘરા લખોટી ને રમકડાં સુધી હું,

ઘુઘરા લખોટી ને રમકડાં સુધી હું,
પારણાથી ચિતાના લાકડા સુધી હું.

યાદ છે ? ટેકણગાડી થી ચાલવું,
હવે આરામ કાજે બાંકડા સુધી હું.

છઠ્ઠીની કુમકુમ પગલીથી શરૂ કરી.
મરણ બાદમાં તે પતાકડા સુધી હું.

હશે ભવ્ય મહેલમાં નિવાસ તમારો,
પક્ષીઓના માળે સાંઠીકડા સુધી હું.

તકનિક સઘળી મુબારક જમાનાને,
કિનારો ઝંખતા પુલ સાંકડા સુધી હું.

અમી પાઈ તરબતર કરું નજરને,
ઉપવનમહીં  ફૂલો રૂપકડાં સુધી હું.
' દાજી '

No comments:

Post a Comment