વિચારું છું હવે હું જિંદગીને આજ અથવા કાલ બદલું,
કશું ખોટું નથી એમાં, હું એને કાલ નહી પણ હાલ બદલું.
સજાઓ રોજ ભોગવવી હવે ક્યાં પરવડે છે પ્રેમમાં ભૈ,
કરી જોઉં જરા કોશિશ, નદીના વ્હેણ માફક વ્હાલ બદલું.
રમત અઘરી ભલે તું આદરી બેસી ગયો હો,
મને પણ આવડે છે એક કરતબ- ચાલ બદલું.
પરાણે આ ગઝલ પૂરી નથી કરવી જ તેથી,
અનાયાસે લગાગાગા લગાગા છંદના હું તાલ બદલું.
-જોગી જસદણવાળા
No comments:
Post a Comment