ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, February 5, 2016

'મા'..!

કરીને હમણાંનો વાયદો તું,
ગઇ છો  યોજનો દુર 'મા'..!
આમ એકલ ના ફાવે,
તારી યાદ જો આવે,
આંખે અશ્રુધાર લાવે 'મા'..!!

રાત કેરા ઉડતા ઉંઘના ઝબકા.
તારા હેતથી હલાવેલ એ હિંચકા.
ફરી કોન ઝુલાવે 'મા'..!
તારી યાદ જો આવે,
આંખે અશ્રુધાર લાવે 'મા'..!!

સવારે ગુંજતો એ મીઠો સાદ..!!
ઓઢીને પડી રહેવાનો મારો વાદ...!!
ફરી કોન જગાવે 'મા'..!
તારી યાદ જો આવે,
આંખે અશ્રુધાર લાવે 'મા'..!!

તારી યાદથી રીસાઇને થયો "મૌન"
ફરી-ફરીને હવે મનાવે કોન,
રડીને તને લાડકો  બોલાવે 'મા'..!
તારી યાદ જો આવે,
આંખે અશ્રુધાર લાવે 'મા'..!!

-મૌન✨
રમેશ મોઢવાડિયા

No comments:

Post a Comment