મારે કોઇ એવી વિધિ કરવી છે
આંખોને બસ આંસુ પીતી કરવી છે
મંદિરમાં એ ભીની આંખે ઊભો છે
એને કોની આંખો ભીની કરવી છે?
જે માને છે નાનો માણસ પોતાને
એની નીચે નાની લીટી કરવી છે
દેવું છે એક સ્મિત, મળે તો મૃત્યુને
થોડી એની નજરો નીચી કરવી છે
મા ! તે રાંધેલું હું થોડું ચાખી લઉં ?
મારે પણ આંગળીઓ મીઠી કરવી છે
હમશકલોના પગમાં કચડાઇ ગઝલો
થોડી એને પાટાપીંડી કરવી છે
----- સ્નેહી પરમાર
( યદા તદા ગઝલ માંથી )
No comments:
Post a Comment