અંધારા તોડીને આવ્યો તડકો
ઘરમાથી દોડીને આવ્યો તડકો
જંગલ ઝરણાં ડુંગરને આ દરિયો
કોતરને તોડીને આવ્યો તડકો
રઘવાટે અથડાતો જાતો જાણે
ઉંબર આ છોડીને આવ્યો તડકો
પ્રતિક્ષારત ખૂલ્લી બારીમાં આજે
સૂરજને મોડીને આવ્યો તડકો
ગોરજના ટાણે, વાદળના ભાલે
લાલીમા ચોડીને આવ્યો તડકો
માણસ માફક દર્પણ જોવા ખાતર
બે હાથો જોડીને આવ્યો તડકો
...શીલ.....
No comments:
Post a Comment