ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, February 26, 2016

સાંજ મારી સાંજ જેવી પડતી નથી

સાંજ મારી સાંજ જેવી પડતી નથી
જે દિવસ કોમેન્ટ તારી મળતી નથી

રોજ ઇચ્છાનો હું સરવાળૉ માંડુ છું
જ્યા કમી તારી ભળે તો ગમતી નથી

કાયમી લગવા સમું તારૂં આવવું
તું નાં આવે તો ઘડી પણ ફરતી નથી

એક આદત જેમ તું મારી લત બની
ને કલમ તારા વિનાં કૈ સજતી નથી

એક અભિલાષા ગઝલમાં કાયમ રહી
આપના પગરવ વિના એ ઝણતી નથી

ફૂલ કેરો ભાવ તારો અદકો મળે
અન્ય મૌસમ એટલો તો અડતી નથી

કામના તારી હ્રદય ડાળે પાંગરી
એટલે તો પાનખરથી બનતી નથી

ઋતુ રાણી સમ છે તારો વૈભવ અડે
અન્ય સુદર નાર આંખે જચતી નથી

શાયરાની જેમ લખજે દિલથી મને
નામ જાણી જોઇ મારૂં લખતી નથી

સોચ તારી કાયમી બદલી નાખ તું
ષોડસી જેવી તું હરકત કરતી નથી

ભાવના મારી “મહોતરમા” જોઇ લે
દિલથી તું મારી ગઝલ પઢતી નથી
-નરેશ કે.ડૉડીયા

No comments:

Post a Comment