હૈયે ઉમંગ
વસંત વધામણા
પ્રેમ દિવસ.
તું ને હું બસ
અસ્તિત્વ નિરાકાર
પ્રેમ દિવસ.
રસાર્દ્ર હૈયું
તારૂ જ નામ જપે
પ્રેમ દિવસ.
વત્સલ તારૂ
સતત સાંપડે છે
પ્રેમ દિવસ.
મીરાસ મારો
પ્રગટે અનહદ
પ્રેમ દિવસ.
હા! મિજલસ
ભરાતી દિલે દિલે
પ્રેમ દિવસ.
મીનોઈ હશે
આજે ફળીભૂત જો
પ્રેમ દિવસ.
આ મિત્રકૃત્ય
જિંદગીને અર્પણ
પ્રેમ દિવસ.
આજે જ કેમ?
દરરોજ જ હોય
પ્રેમ દિવસ.
"આભાસ" હવે
બધાને સદા રહે
પ્રેમ દિવસ.
-આભાસ
No comments:
Post a Comment