મારા જીવનમાં તું આવી'તી ને ! હેંને !
રણમાં તારી પગલી પાડી'તી ને ! હેંને !
મને અમસ્તો એક વાર બસ તાવ આવ્યો'તો
એમાં પણ તે બાધા રાખી'તી ને ! હેંને !
હું ચિઠ્ઠી નો જવાબ આપવો ભૂલ્યો, તો તે
દર્પણ સામે ચીસો પાડી'તી ને ! હેંને !
બે ફૂલોને સાવ અડોઅડ જોઇને તે
સહેજ હથેળી મારી દાબી'તી ને ! હેંને !
એક જ્યોતિષે ના પાડી'તી મારા વિશે
ત્યારે તે તારી નસ કાપી'તીને ! હેંને !
ને હું અચાનક સમયની જ્વાળામાં લપટાયો
તું ય પછી થોડું ગભરાઈ'તી ને ! હેંને !
તારાં સુધી આંચ આવવાં લાગી જ્યારે
મને મૂકી પડતો તું ભાગી'તી ને ! હેંને !
-ભાવેશ ભટ્ટ
No comments:
Post a Comment