દર્દ મારા બધા નિવાસી હોય છે.
ક્ષિતિજ હંમેશા આભાસી હોય છે .
મૃગજળની માફક છેતરી જાય,
ઝાંઝવા એવા જીવનનાં આભાસી હોય છે.
હમણાં જ વરસી પડશે ધોધમાર,
લાગણી વાદળોની આભાસી હોય છે.
અધવચ્ચે જઈને અટકી જવાય,
સામે મંજિલ પણ આભાસી હોય છે.
શ્વાસનાં આવન-જાવન વચ્ચે એક,
"આભાસ" મરણ પણ આભાસી હોય છે.
-આભાસ
No comments:
Post a Comment