આવન જાવન એવી થઈ ગઈ,
દિલમાં જાણે શેરી થઇ ગઈ.
સ્વાદ સફળતાનો ચાખ્યો સ્હેજ,
સપનાંઓ ની મેડી થઈ ગઈ.
સ્વાર્થી ગાભા પહેરી ફરતી,
માણસ જાત અદેખી થઈ ગઈ.
ઈરછાઓ પકડાતી ન્હોતી,
એક તમાચે ઢેરી થઈ ગઈ.
સાચું ખોટું કરવામાં મેઘ,
જીવન ચાદર મેલી થઈ ગઈ.
-મેહુલ ગઢવી 'મેઘ'
No comments:
Post a Comment