દિલ આપીને કેમ દર્દ લીધું જાણી શક્યો નહી,
આટલો ઉંડો હશે આઘાત જાણી શક્યો નહી.
અમે નાદાન મન મુકી ને વરસી પડ્યા,
બદલામાં કેમ મળ્યું મૃગજળ જાણી શક્યો નહી.
કરી જ્યાં હૈયાની વાત તો બધે વાહ વાહ થઈ,
ભીતરની ઉર્મિઓને જમાનો જાણી શક્યો નહી.
હવે કોઈ એવો ઠેકાણો નથી જ્યાં કરૂ આખરી મુકામ,
હવે ક્યાં મળશે અંતિમ શ્વાસ જાણી શક્યો નહી.
જીવતે જીવ હતી તમન્ના સ્વર્ગ ની "આભાસ"
એ મરણ પછી જ મળે વાત એ જાણી શક્યો નહી.
-આભાસ
No comments:
Post a Comment