ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, February 3, 2016

કામણ...

સાગરના સૂરમાં કામણગાતી જોઇ કામણગારી નાર..
વાગ્યા એની નજર કેરા બાણ ઉતરી ગયા હ્રદયની પાર...

રંગો ઉડ્યા ઉરમાં ને પ્રગટ થઇ આવ્યા આજ કામદેવ..
અનિમેશ નજરે જોતા, એકાએક એક થઇ આંખો ચાર...

મોજાના ઉમળકે ઉછળતું ને માછલી બની માંઇ તરતું..
પહોંચાડી ગયો પવન માદકતા, ક્યાં લાગી એને વાર...

એક લહેરે આવી બીછાવી ચાદર ને સજાવી દીધી છે સેજ..
જીતવાની આદત છે તને ને વહોરીને તૈયાર બેઠી છું હાર...

ઉરમાં ચડી છે મસ્તી ને તનનો તળવળાળટ ઉછળે છે..
હ્રદયના છીપ માથી  બહાર આવા મથે છે હૈયાનો ઉભાર...

ભૂલી ગઇ ભાન ભીંજાતી રહી મોજાંની આવન જાવનમાં..
આજ કરી બેઠી જંગ દ્વન્દ્વનો ને કરતી રહી વાર પર વાર...

ઘાયલ બની ભળી રહી બુંદો,  આવ્યું  ફિણ મોજાના મુખે..
મરજાદ ભૂલી "જગત"ની, કર્યો અળગો આલીંગનનો ભાર...
-જે.એન.પટેલ

No comments:

Post a Comment