ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, February 3, 2016

પોપટ હવે ભૂખ્યો નથી

ખાવા મળે કે ના મળે પોપટ હવે ભૂખ્યો નથી,
જીવે હવે ખુદનાં બળે, પોપટ હવે ભૂખ્યો નથી.

ફાવી ગયું એકાંતમાં ચારો ચરી લેતાં હવે,
ડાળો ઘણી આવી ઢળે; પોપટ હવે ભૂખ્યો નથી.

સંતોષ જેવું શોધવાં ઉડતો રહે છે રોજ પણ,
ને ઝંખનામાં ટળવળે, પોપટ હવે ભૂખ્યો નથી.

મોટું થતું ઇચ્છા તણું જંગલ હજી મનમાં ઘણું ,
એ ચીભડાં મોટા ગળે, પોપટ હવે ભૂખ્યો નથી.

વાતો કરે સત્સંગની ટીલા કરે દેખાવનાં,
મૂલ્યો મળે એના તળે, પોપટ હવે ભૂખ્યો નથી.

આવ્યો હવે એનો સમય, પાસા પડે સીધા બધાં,
આશા બધી એની ફળે, પોપટ હવે ભૂખ્યો નથી.

એની 'નિરાશે' વાત માંડી એકલો છે આજ જે,
મરતો રહે છે હર પળે, પોપટ હવે ભૂખ્યો નથી.

'નિરાશ '
અલગોતર રતન

No comments:

Post a Comment