બધાનાં ભાગ પુરતો આમ વહેચાઈ ગયો છું હું;
મફતનાં ભાવમાં આજે ખરીદાઈ ગયો છું હું.
સિતારા ! તું ભલે માને હું ચમક્યો છું જગત માંહે;
ઘણીયે વાર તારી જેમ પટકાઈ ગયો છું હું.
બધા જાણી ગયા દુઃખની વ્યથા મારી હવે એથી;
બધા સામે કથાની જેમ કહેવાઈ ગયો છું હું.
નથી કરતો તમો ને પ્રેમ બસ હું એ જ કારણથી;
ઘણીયે વાર કસ્તૂરી માં ય લોભાઈ ગયો છું હું.
મને આપ્યો નહીં સત્કાર તારા અાંગળે એથી;
તને જોવા સતત જો આજ સંતાઈ ગયો છું હું.
ખુદાના એ મિલન માટે કરી જલદી અહીં 'પ્રત્યક્ષ';
બધા સામે ભલે છે તોય દફનાઈ ગયો છું હું.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment