ના તું વાર જો,ના તું તહેવાર જો,
તું બસ મારા દિલનો વ્યવહાર જો.
બગાડી નાખી છે હાલત આ દર્દે તો,
હવે શું થાશે? આનો ઉપચાર જો.
ભલે લાખ કોશિશ કરૂ તને ભુલવા,
તોય ન જાણે કેમ? આવે છે તારા વિચાર જો.
હું તો મથી મથી ને થાક્યો સાંધવા,
તોય કેમ નથી ભરાતી આ દરાર જો.
જીવન લઈ ને મૃત્યુ આપશે "આભાસ" કેવું?
કેટલો બધો હતો આ અઘરો કરાર જો.
-આભાસ
No comments:
Post a Comment