વિતેલો એક પ્રપોઝ ડે
આંખો માં ઉજાગરા નો હળ ખેડી
મે સપના નું બીજ રોપ્યું ને રખાયતું કરી ફલીત થવા રાહ જોઈ
આકાંક્ષા-ઇચ્છાના જાનવર એને નુકસાન ન કરે એટલા ખાતર મે સમય ના શેઢે ધીરજ ના અણીદાર કાંટા ની વાડ પણ કરી
સમયે-સમયે એ વાડ ના છીંડા સરખા કરવા જતા હું લોહીલુહાણ
પણ થઈ
ને એક દિવસ તું સંદેશ રૂપી કબૂતર જેવો થઈ ઝરૂખે આવ્યો ને મારી જીવનરૂપી ઠીબ મા મૂકેલ સ્વપ્ન ચણ ચણી આકાશ માં ઉડી ગયો
ને મારા ટેરવે મૂકી ગયો તને પકડી ને પંપાળેલા શબ્દો
જે હવે હું રોજ ડાયરી માંથી લઈ થોડા થોડા માણું છું
શીલ
No comments:
Post a Comment