ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, March 13, 2016

પીડા પણ રસ્તો મોડે છે. -કવિ જલરૂપ

જીવન હસતું ક્યાં દોડે છે ?
રડતાં  રડતાં  દમ  તોડે છે.

જો શબ્દો ઘાયલ છે હમણાં ;
દુઃખના  તીર   હજી  છોડે  છે .

જયારે  સપના  સાચા તૂટે ,
શ્રદ્ધા ની સાંકળ જોડે છે .

છાતીમાં શ્વાસો હાંફેને ,
કાયા  ખુદનું  ઘર  ફોડે છે .

કાગળ પર ચીતરું ને હાસ્ય,
પીડા  પણ  રસ્તો  મોડે  છે.

-કવિ જલરૂપ

No comments:

Post a Comment